Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના ચિત્રાખડા ગામે જુગાર રમતા છ ઝબ્બે

વાંકાનેરના ચિત્રાખડા ગામે જુગાર રમતા છ ઝબ્બે

વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રૂ.૫.૮૫ લાખની રોકડ સહિત રૂ.૧૩.૨૬ લાખના મુદ્દામાલ સાથે પકડી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસને ચીત્રાખડા ગામની ખાડા નામે ઓળખાતી સીમમાં આરોપી ભગવાનજીભાઇ ઉર્ફે હરેશભાઇ સવશીભાઇ જેજરીયા વાડીમાં રહેણાક મકાનમાં જુગાર રમાડતા હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી હતી. જેમાં (૧) ભગવાનજીભાઇ ઉર્ફે હરેશભાઇ સવશીભાઇ જેજરીયા રહે. પીત્રાબડા તા.વાંકાનેર, (૨) ચાપરાજભાઇ કાનભાઈ માલા રહે, વેલાળા(સા) હનુમાન ડેરી પાસે તા.થાન, (૩) રાજેશભાઇ શાંતીદાસ દેસાણી રહે.વગડીયા તા. મુળી, (૪) સુરેશભાઈ કેશુભાઈ સાબરીયા રહે.નવાગામ હનુમાન મંદિર પાસે તા. થાનગઢ (૫) શામજીભાઈ કાળુભાઈ દેથરીયા રહે. રામપરા ગામ ચોકમાં લાખામાચી પાસે તા.થાન, (૬) ઉદયભાઇ સોમલાભાઈ ખાચર રહે.વેલાળા ગામ તા. થાનગઢને રૂ.૫,૮૫,૫૦૦ની રોકડ સહિત રૂ.૧૩.૨૬ લાખના મુદ્દામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments