Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનમો વનના લોકાર્પણ સમારોહમાં ધીરૂભાઇ સરવૈયાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

નમો વનના લોકાર્પણ સમારોહમાં ધીરૂભાઇ સરવૈયાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

મોરબીમાં 17મીએ નમો વનનો લોકાર્પણ સમારોહ યોજાનાર છે. આ વેળાએ ધીરૂભાઇ સરવૈયાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાનાર છે. સાથોસાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટોઝનું એક્ઝિબિશન પણ નિહાળવા મળશે.

પર્યાવરણને બચાવવા, રક્ષણ કરવા, જતન કરવા, એક સાથે જોધપર (નદી), મચ્છુ ડેમ નં. 2 નજીક 10 લાખ વૃક્ષો વાવવાનું અભિયાન પૂર્ણતાને આરે છે. તા. 17 સપ્ટેમ્બરને બુધવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈના હસ્તે “નમોવન” નું લોકાર્પણ થશે.

આ કાર્યક્રમ અંગેની યાદીમાં જણાવ્યા મુજબ 10 લાખ વૃક્ષમાં મારું પણ એક વૃક્ષ હોય એ ભાવના સાથે આપ આપના પરિવાર સાથે “એક પેડ માઁ કે નામ” અંતર્ગત સવારે 10.00 કલાકે પધારો.. એક વૃક્ષ વાવો.. મોરબી જિલ્લાના 75 મહાનુભાવો ના પોસ્ટર પરિચય તથા પ્રધાનમંત્રીના ફોટોઝનું એક્ઝિબિશન નિહાળો બાદમાં પ્રસિદ્ધ લોકસાહિત્યકાર ધીરુભાઈ સરવૈયાનો સાંસ્કૃતિક કાર્યક્રમ માણીશું..કાર્યક્રમ બાદ ભોજન આપણે સૌ સાથે લઈશું. પ્રકૃતિ માટે જરૂરી, એક યાદગાર અને લાગણીભીના સમારોહમાં સ્વયંભુપણે ઉમટી પડવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ હાકલ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments