Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના વિકાસ કામો મંજુર કરવા ધારાસભ્ય જીતુંભાઈ સોમાણીની મુખ્યમંત્રી રજુઆત

વાંકાનેરના વિકાસ કામો મંજુર કરવા ધારાસભ્ય જીતુંભાઈ સોમાણીની મુખ્યમંત્રી રજુઆત

13 રોડને મંજુર કરવા અને ત્રિવેણી ઠાંગા યોજના થકી ખેડૂતોને સિંચાઈ યોજનાના પાણીનો લાભ આપવા સહિતની માંગ

વાંકાનેર : વાંકાનેરમાં વિવિધ વિકાસ કામો મંજુર કરવા 67 – વાંકાનેર કુવાડવા વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ કાંતિલાલ સોમાણી દ્વારા મુખ્યમંત્રી તેમજ મંત્રીઓને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં શ્રી એમ.એચ.જે.એસ.એસ. મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ માધ્યમિક શાળા આવેલ છે. આ શાળામાં વાંકાનેર નગર તથા તાલુકાની ધો. 9 થી 12 કુલ 551 કન્યાઓ અભ્યાસ કરે છે. ત્યારે આ શાળાને PM SHRI શાળા જાહેર કરવા માંગ કરાઈ છે.

આ સાથે જ સૌની યોજના મચ્છુ -1 થી ત્રિવેણી ઠાંગા યોજના થકી ખેડૂતોને સિંચાઈ યોજનાના પાણીનો લાભ મળી રહે તે માટે વાંકાનેર તાલુકાના મેસરિયા, ઠીકરીયાળા, જાલીડા, ભલગામ, સમઢીયાળા, રાતડીયા તથા મહિકા ગામનો સમાવેશ કરવામાં આવેલ છે. આ મચ્છુ -1 પાસે આવેલ ગામો હોલમઢ, વસુંધરા જે ભરતી ભેણીના ગામો હોય જે ગામો હોલમઢ ગામે લીંબાળીયા વાળું તળાવ તથા વસુંધરા ગામે ખારી વાળું તળાવનો આ યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવે, તેમજ વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ ખાતે શ્રી હોલ માતાજીનું મંદિર હોલ માતાજી ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. આ હોલમાતાજીના મંદિરને પ્રવાસન સ્થળ બનાવવા માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ માંથી ગ્રાન્ટની ફાળવણી કરવા આ ઉપરાંત વાંકાનેર તાલુકા તથા રાજકોટ તાલુકાના રસ્તાઓ જમાં વાંકાનેર તાલુકાના સમથેરવાથી સિમ શાળા રોડ, સ્ટેટ હાઇવે (સીંઘાવદર)થી સમર્પણ આશ્રમ, ભીમગુડાથી સમથેરવા, વિઠ્ઠલપરથી માટેલ રોડ, લાકડધાર એપ્રોચ રોડ જોઈનિંગ વિઠ્ઠલપર માટેલ રોડ, આણંદપર એપ્રોચ રોડ જોઈનિંગ વિઠ્ઠલપર માટેલ રોડ, કાછીયાગાળાથી ગાંગીયાવદર, લુણસરથી રાજસ્થળી, સરઘારકાથી ગાંગીયાવદર તથા રાજકોટના હડાળા પાટિયા (રાજકોટ-મોરબી એસ.એચ.) થી રતનપર જાળીયા (એમ.ડી.આર.રોડને જોડતો રસ્તો, માલીયાસણથી ખેરડી, સણોસરાથી ખીજડિયા રોડ અને સ્ટેટ હાઇવેથી સોખડા, નાકરાવાળી, પીપળીયા સણોસરા રોડ વગેરે રસ્તાની મંજૂરી આપવા માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments