Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાતાના મઢે જતાં પદયાત્રીઓ માટે સોનગઢ માળીયા (મીં) મુકામે સેવા કેમ્પ

માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે સોનગઢ માળીયા (મીં) મુકામે સેવા કેમ્પ

મોરબી: સતત છેલ્લા 25 વર્ષથી યોજાતા કેમ્પ મોરબી – પીપળીયા ચાર રસ્તાથી માળીયા મીં, જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે કચ્છમાં આવેલ માતાના મઢે જતાં પદયાત્રીઓની સેવામાં સુંદર કેમ્પનું આયોજન મોરબીના ધીરૂભાઇ ડી. ચાવડા (એસ.બી.આઇ.), તથા કે. સી. જાડેજા પી.જી.વી.સી.એલ. મોરબી તથા રાજુભાઇ લખમણભાઈ ડાંગર, હર્ષદભાઇ પટેલ જ્યોતિ મંડપ તથા મહેશભાઇ જલારામ ફેમિલી મોલ અને સોનગઢ ગામના આહીર યુવાનો અને મોરબી પરાબજાર – મિત્રમંડળ સહિતનાં ઉત્સાહી સેવાભાવિ યુવાનો ખુબ જ ઉમંગ સાથે સેવા આપી રહ્યા છે.

આ સેવા કેમ્પ તારીખ 13-9-2025 થી 19-9-2025 સુધી દિવસ-રાત અવિરત ચાલુ રહેશેઆ કેમ્પમાં વિનામુલ્યે જમવાનું, ન્હાવાનું, ચા-પાણી, નાસ્તો રાત્રી રોકાણ, આરામ, અને મેડીકલ સારવાર સહિતની તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવશે. તો દરેક પદયાત્રીઓ અને ધર્મપ્રેમી લોકોએ આ સેવાનો ખુબ જ બહોળા પ્રમાણમાં લાભ લેવા આયોજકો તરફથી નમ્ર અપીલ કરવામાં આવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments