Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની નવયુગ વિદ્યાલયનો વિદ્યાર્થી ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ દોડમાં પ્રથમ નંબરે

મોરબીની નવયુગ વિદ્યાલયનો વિદ્યાર્થી ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ દોડમાં પ્રથમ નંબરે

મોરબીના માધાપર ગામના વતની અને મોરબીની નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં દેવાંગ જયેશભાઈ ડાભીએ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં 200 મીટર દોડમાં પ્રથમ સ્થાન અને 600 મીટર દોડમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવયુગ વિધાલય મોરબીમાં અભ્યાસ કરતા દેવાંગ જયેશભાઈ ડાભીએ કોચ સંદીપ સરના માર્ગદર્શન હેઠળ હળવદ ખાતે યોજાયેલા એથ્લેટિક સ્પર્ધા ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ આ સિદ્ધિ હાંસલ કરીને માધાપર ગામનું ગૌરવ વધાર્યું છે. આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે અને તે શાળા, ગામ અને મોરબી જિલ્લાનું નામ રોશન કરે તેવી માધાપર ગામ સમસ્ત દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments