મોરબી : મોરબીની સત્યમ્ વિદ્યાલય ખાતે સૌરાષ્ટ્રની એક માત્ર ઈસરો સ્પેસ ટ્યુટર તરીકે રજિસ્ટર સંસ્થા દાદુ ફાઉન્ડેશન મોરબી દ્વારા ઉડાન અંતરીક્ષની સફર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 500થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બાળકોને મોબાઈલ પ્લાનેટેરીયમ દ્વારા અંતરિક્ષની સફર કરાવવામાં આવી હતી. આ પ્લાનેટેરિયમમાં બાળકો અવકાશમાં ફરતા હોય તેવી અનુભૂતિ કરાવાઈ હતી. આ પ્લાનેટેરીયમમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, સોલાર સિસ્ટમ, જંગલ ટૂર વગેરેની સફર કરાવવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં બાળકોનો પ્રતિસાદ ખૂબ જ સારો રહ્યો હતો.











