મોરબી : મોરબીમાં ભવ્ય પોથીયાત્રા સાથે મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજીત સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.જેમાં ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરુ-ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ-મોરબી)ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે એ.સી. હોલમાં જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન કરવામાં આવેલ છે. જેમાં વ્યાસાસને ૧૦૦૮ પ.પૂ. રત્નેશ્વરીદેવીજી (ગુરૂ-ભાવેશ્વરી માતાજી, રામધન આશ્રમ,મોરબી) બિરાજમાન થયેલ છે. તેમના મુખે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન ભક્તજનોને કરાવવામાં આવી રહ્યુ છે ત્યારે ભવ્ય પોથીયાત્રા દ્વારા શહેર ના જલારામ ધામ ખાતે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનો પ્રારંભ થયો છે.
સર્વપિતૃ મોક્ષાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સ્વ.જીતેન્દ્રકુમાર જયંતિલાલ ખખ્ખર પરિવાર, સ્વ.મનહરભાઈ પરસોતમભાઈ કોટક પરિવાર, ગૌ.વા.સોમચંદભાઈ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, સ્વ.બસંતભાઈ ગંગારામભાઈ ભોજાણી પરિવાર, સ્વ.પ્રવિણચંદ્ર ફુલચંદભાઈ કારીયા પરિવાર(મુખ્ય પોથી યજમાન), સ્વ.ભુરાભાઈ ભગવાનજીભાઈ સોમમાણેક પરિવાર, જેઠાલાલ ઝવેરચંદ કારીયા પરિવાર, ગૌ.વા. ધીરજલાલ જમનાદાસ ઠકરાર પરિવાર, સ્વ.અરૂણાબેન જગદીશભાઈ કોટક પરિવાર સહીતનાં પરિવારો પોથી યજમાન તરીકે બિરાજમાન થયેલ છે. તે ઉપરાંત સપ્તાહ દરમિયાન યોજાઈ રહેલ ફરાળ તેમજ મહાપ્રસાદમાં કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય) પરિવાર, રઘુવંશી યુવક મંડળ-મોરબી પરિવાર, દર્શનભાઈ પુજારા પરિવાર, સી.પી.પોપટ પરિવાર, હરીશભાઈ ભુરાભાઈ સોમમાણેક પરિવાર, સ્વ.મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવાર, બચુલાલ જેઠાલાલ કારીયા પરિવાર, સ્વ.પ્રવિણચંદ્ર અમૃતલાલ કાનાબાર પરિવાર, સ્વ.ભીમજીભાઈ માધવજીભાઈ ચંડીભમર પરિવાર, સ્વ.હસમુખલાલ હીરાલાલ પંડિત પરિવાર, હસમુખભાઈ ચીમનલાલ પુજારા પરિવાર, ઠા.મગનભાઈ રણછોડભાઈ પાનવાળા પરિવાર, ધીરજલાલ સોમચંદભાઈ ચંદારાણા પરિવાર, સ્વ.મણીલાલ મગનભાઈ હાલાણી પરિવાર સહીતનાં પરિવારો દ્વારા સહયોગ પ્રાપ્ત થયેલ છે. ભવ્ય પોથીયત્રાનું પ્રસ્થાન ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ-મોરબી) દ્વારા કરાવવામાં આવ્યુ હતું.















