મોરબી : રાજકોટ- મોરબી હાઇવે ઉપર ભક્તિનગર સર્કલ પાસે આજે ચાલીને રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને મોટા વાહને હડફેટે લેતા ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મૂળ જીવાપર ગામના અને હાલ મોરબી રહેતા કાલરીયા જસમતભાઈ કેશવજીભાઈ (ઉ.વ.68) મોરબીના ભક્તિનગર સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન કોઈ મોટા વાહને તેઓને હડફેટે લેતા ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બનાવ અંગે જાણ કરાતા તેઓએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.











