(મયુર રાવલ હળવદ)
રાજકોટના SAG Sports Complex ખાતે તા. 14 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી રાજ્યસ્તરીય પ્રતિષ્ઠિત બોડીબિલ્ડિંગ સ્પર્ધા “ગુજરાત કેસરી યોદ્ધા 2025” માં મોરબીના યુવાને વિશેષ સફળતા હાંસલ કરી છે.
આ સ્પર્ધામાં Jr. Men’s Physique – Jr. above 170 Cm કેટેગરીમાં મોરબીના Brilliant Athlete કાનાણી ઉત્સવ કીર્તિકુમારે સમગ્ર ગુજરાતમાંથી તૃતિય ક્રમ પ્રાપ્ત કરીને પોતાના શહેરનું નામ ઉજ્જવળ કર્યું છે.
ઉત્સવના કોચ જયભાઈ તન્ના ના માર્ગદર્શન હેઠળ મળેલ આ સિદ્ધિ મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત બની છે. સ્પર્ધામાં અનેક ખ્યાતનામ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ઉત્સવે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા ન્યાયાધીશોને પ્રભાવિત કર્યા હતા.
ખાસ વાત એ છે કે ઉત્સવ કાનાણીએ 1 વર્ષના Strict Diet અને કઠોર પરિશ્રમ ની સફર બાદ આ સિદ્ધિ મેળવી છે, આ સફર બાબતેની માહિતી તેમણે પોતાના Instagram Handle @iam.uk.08 પર Share કરી હતી.











