ઓપરેશનના ત્રીજા જ દીવસે દર્દીને હસતા મોઢે હોસ્પિટલમાંથી રજા અપાઈ
મોરબી : મોરબીની આયુષ હોસ્પિટલમાં ૭૦ વર્ષના વૃદ્ધ દર્દીની જમણી બાજુની કિડની ફેઈલ થઈ જતા આયુષ હોસ્પિટલમાં કિડની કાઢવાનું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરીને ત્રીજા જ દિવસે દર્દીને રજા આપી દેવામાં આવી હતી.
૭૦ વર્ષના દર્દી, જેમને જમણા પડખામાં દુખાવો,પેશાબમાં બળતરા,ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા હતા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડનીની નળીમાં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ નીચે ઉતરતો અટકી ગયો હતો અને કીડની ફૂલી ગઈ હતી. આગળ D.T.P.A. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની કામ કરતી બંધ થઈ અને તેમાં રસી થઇ ગઈ હતી.
ત્યારબાદ ડૉ. કેયુર પટેલ દ્વારા દર્દીને ઓપેરેશન (Laproscopic Nephrectomy) કરવાની સલાહ આપવામાં આવી. દર્દી અને તેમના સગા દ્વારા ઓપરેશનનો નિર્ણય લેવામાં આવ્યો. ડૉ. કેયુર પટેલ દ્વારા દૂરબીનથી જમણી કીડની કાઢવાનું (Laproscopic Nephrectomy) જેવું જટિલ ઓપરેશન કરવામાં આવ્યુ. ઓપરેશનના બીજા દિવસે દર્દીને કોઈ પ્રકારનો દુખાવો ન હતો.તેમને ચાલવાની અને જમવાની પણ છૂટ આપવામાં આવી.અને ત્રીજા જ દીવસે દર્દીને હસતા મોઢે હોસ્પીટલમાંથી રજા કરવામાં આવી હતી. તેમ આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવાયુ છે.









