મોરબી : મોરબી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કથા શ્રવણનો પૂર્વ નગરપતિ સહીતના ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ લાભ લીધો હતો.મોરબી જલારામ ધામના અગ્રણીઓએ પૂર્વ નગરપતિ અનોપસિંહજી જાડેજા, મોરબી જીલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી જ્યોતિસિંહજી જાડેજા, ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહજી ઝાલા (રંગપર), મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહજી જાડેજા સહીતનાં અગ્રણીઓનું અભિવાદન કર્યું હતું.
મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા શહેરના જલારામ ધામ ખાતે સર્વપિતૃ મોક્ષાર્થે ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ. રતનેશ્વરીદેવીજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરુ આયોજન કરવામાં આવેલ છે ત્યારે મોરબી ક્ષત્રિય સમાજ ના અગ્રણી પૂર્વ નગરપતિ અનોપસિંહજી જાડેજા, મોરબી જીલ્લા પૂર્વ મહામંત્રી જ્યોતિસિંહજી જાડેજા, ક્ષત્રિય સમાજ ના પૂર્વ પ્રમખ મહેન્દ્રસિંહજી ઝાલા (રંગપર), મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહજી જાડેજા સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વ્યાસપીઠ નું સન્માન કરી આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત મોરબી જલારામ ધામ ના અગ્રણીઓ દ્વારા ક્ષત્રિય સમાજના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.

















