Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલાલબાગ સેવા સદન ગેટ પર ગટરના ગંદા પાણી ઉભરાતા લોકો ત્રાહિમામ

લાલબાગ સેવા સદન ગેટ પર ગટરના ગંદા પાણી ઉભરાતા લોકો ત્રાહિમામ

આ સમસ્યાને દૂર કરવા માટે જેટિંગ મશીન દ્વારા ગટર લાઈનની સફાઈ કામગીરી શરૂ કરાઈ: પાણી પુરવઠા વિભાગના અધિકારી

મોરબી: મોરબીમાં આવેલી અનેક સરકારી કચેરીઓનું કેન્દ્ર એવા લાલબાગ સેવા સદનનાં મુખ્ય ગેટ પાસે ગટરના ગંદા પાણી ભરાવવાથી અરજદારો અને મુલાકાતીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સેવા સદન સંકુલમાં કોર્ટ, તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, અને ડેપ્યુટી કલેક્ટર કચેરી જેવી મહત્વપૂર્ણ કચેરીઓ સહિતની કચેરીઓ આવેલી છે, જેથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો અહીં આવતા-જતા હોય છે.

ગેટની બહાર જ ગંદા પાણી ભરાવાને કારણે લોકોને તેમાંથી પસાર થવું પડે છે, જેનાથી સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આ મામલે, પાણી પુરવઠા વિભાગના અધિકારી પિયુષ મકવાણાએ જણાવ્યું કે આજે સવારથી ગટર ઉભરાવાની સમસ્યા હતી. આ સમસ્યાને દૂર કરવા માટે જેટિંગ મશીન દ્વારા ગટર લાઈનની સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments