હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા અશોકભાઈ હીરાભાઈ સોલંકી ઉ.45 નામનો યુવાન ગામના ઝાપા પાસે બેઠો હતો ત્યારે આરોપી જયદીપ દિનેશભાઇ ડાભી રહે.મયુરનગર વાળાએ જાતિ પ્રત્યે હડધૂત કરી ઢીકા પાટુનો માર મારી માથામાં પથ્થરનો ઘા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે.








