Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવ થકી શહીદ જવાનોના પરિવારોને મદદરૂપ થવાનું સરાહનીય કાર્ય

મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવ થકી શહીદ જવાનોના પરિવારોને મદદરૂપ થવાનું સરાહનીય કાર્ય

સાગરદાન ગઢવી, ભૂમિબેન આહીર, વૈભવી શાહ ત્રિવેદી અને કરણ બારોટ જેવા નામી કલાકારો સુર તાલના સથવારે વિવિધ સ્ટેપ્સ પર ખૈલૈયાઓને રાસ ગરબે ઝૂમી ઉઠશે : 20 તારીખ બાદ કોઈપણ સ્થળેથી પાસ નહીં મળે : અજય લોરીયાએ જાહેર કરી આયોજનની વિગતો

મોરબી : મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ જવાનોના પરિવારોને આર્થિક સહાય કરવાના ઉમદા હેતુથી ‘પાટીદાર નવરાત્રી મહોત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ કોઈ આર્થિક લાભ માટે નહીં, પરંતુ શહીદોના પરિવારોની સેવા માટે યોજવામાં આવે છે. આ વર્ષે આયોજકોએ કેટલાક નવા નિયમો અને સુવિધાઓ ઉમેરી છે. જેમાં સૌથી ખાસ ‘નો તિલક નો એન્ટ્રી’ નો નિયમ છે, એટલે કે તિલક કર્યા વગર આવેલા ખેલૈયાઓને પ્રવેશ મળશે નહીં. નાના બાળકો માટે બંને ગ્રાઉન્ડમાં હિંચકા-ઝૂલા સહિતનો ગેમ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગયા વર્ષે 15,000 ફૂટમાં રહેલી કેન્ટીનને આ વર્ષે વધારીને 25,000 ફૂટમાં બનાવવામાં આવી છે, જેથી લોકો શાંતિપૂર્વક નાસ્તો કરી શકે.

સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરીયાએ જણાવ્યું હતું કે પાર્કિંગની સમસ્યા ન રહે તે માટે કુલ 50 વીઘા જગ્યા ફાળવવામાં આવી છે. જેમાં અશોકભાઈ કાથરાણીના ગ્રાઉન્ડમાં 15 થી 20 વીઘા અને મુખ્ય ગ્રાઉન્ડની સામે 30 વીઘાનો સમાવેશ થાય છે. સ્પોન્સર્સ માટે રામેશ્વર પાર્ટી પ્લોટમાં VIP પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માધવ સિક્યુરિટીના 40 સિક્યુરિટી ગાર્ડ, 40 બાઉન્સર્સ જેમાં 10 મહિલા સિક્યુરિટી ગાર્ડ તૈનાત રહેશે.

સૌરાષ્ટ્રમાં ક્યાંય ન જોવા મળે તેવું સુંદર સ્ટેજ બનાવવામાં આવ્યું છે. સિંગરના પર્ફોમન્સ માટે ગ્રાઉન્ડમાં વચ્ચે રેમ્પ પણ બનાવવામાં આવ્યો છે. આ મહોત્સવમાં સાગરદાન ગઢવી, ભૂમિબેન આહીર, વૈભવી શાહ ત્રિવેદી અને કરણ બારોટ જેવા જાણીતા કલાકારો પરફોર્મ કરશે. સાઉન્ડ સિસ્ટમ માટે JBLની ઓરીજનલ સાઉન્ડ સિસ્ટમ અને 10 વર્ષથી જોડાયેલા મારુતિ સાઉન્ડ (વલ્લભભાઈ) નો સહયોગ લેવામાં આવ્યો છે. તેમજ આ વર્ષે ગ્રાઉન્ડમાં કોઈપણ જગ્યાએ બોર્ડ કે હોર્ડિંગ જોવા નહીં મળે, ચારે તરફ LED મૂકવામાં આવશે.

આયોજકોએ અત્યાર સુધીમાં 263 જેટલા શહીદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડી છે. આ વર્ષે 20 થી 25 શહીદ પરિવારોને સહાય અપાશે જેમને અન્ય રાજ્યો જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ,મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉતરાખંડમાંથી પણ અજયભાઈ લોરીયા પોતાના ખર્ચે બોલાવશે. મહોત્સવની આવકનો ઉપયોગ શહીદોના પરિવારો માટે જ કરવામાં આવશે. તેમજ જે રકમ બચશે તેનો ઉપયોગ 65 વર્ષથી વધુ ઉંમરના 2500 થી 3000 સિનિયર સિટીઝન્સને અયોધ્યા યાત્રા કરાવવા માટે થશે. આ યાત્રાનો તમામ ખર્ચ ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે, જેના માટે અત્યાર સુધીમાં 4200 જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે.

આઠમના દિવસે મહોત્સવનો સંપૂર્ણ હિસાબ જનતા સામે રજૂ કરવામાં આવશે, જે આયોજનની પારદર્શિતા દર્શાવે છે. આયોજકોએ સ્પોન્સર્સના સહયોગ બદલ આભાર માન્યો છે. તેમજ 20 તારીખ બાદ કોઈપણ રીતે પાસ નહીં મળે. પાસ માટે જય ટેલિકોમ, સુપરમાર્કેટ અને પ્રાઇ મેન્સવેર, રવાપર રોડ પર પટેલ મેડિકલ જેવી નક્કી કરેલી જગ્યાઓ પરથી જ પાસ લેવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી કોઈ છેતરપિંડીનો ભોગ ન બને. આયોજકોએ ખાસ અપીલ કરી છે કે મફત પાસ માટે ફોન કરીને શરમાવવા નહીં જેના કારણે આયોજકોએ ફોન બંધ કરવાની ફરજ પડે છે , કારણ કે પાસમાંથી થતી આવકનો ઉપયોગ શહીદ પરિવારોની સેવા માટે થાય છે. આ ઉપરાંત ગયા વર્ષે આપેલા વચન મુજબ આ વર્ષે તમામ જ્ઞાતિના લોકો માટે સનાતન નવરાત્રિનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments