મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોને મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ભરેલા ફોર્મ ના-મંજૂર થવા મામલે વિસ્તરણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસ સમિતિએ આ મામલે તાત્કાલિક ન્યાય આપવાની માંગણી કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી તાલુકાના અનેક ખાતેદાર ખેડૂતોએ મગફળીના વાવેતર કર્યા હોવા છતાં તેમના ફોર્મ ના-મંજૂર કરવામાં આવ્યા છે. જેના કારણે ખેડૂતોને અન્યાય થયો છે. કોંગ્રેસ સમિતિએ વિસ્તરણ અધિકારીને અપીલ કરી છે કે, આવા તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે ન્યાય મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે.










