Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadઓપન ગુજરાત હેન્ડબોલ સ્પર્ધા ઉમા કન્યા છાત્રાલય હળવદ ઉમા કન્યા છાત્રાલય ખાતે...

ઓપન ગુજરાત હેન્ડબોલ સ્પર્ધા ઉમા કન્યા છાત્રાલય હળવદ ઉમા કન્યા છાત્રાલય ખાતે યોજાઈ

મયુર રાવલ હળવદ

આસ્થા સ્પિનટેક્ષ આયોજિત મોરબી જિલ્લામાં સૌપ્રથમવાર મહીલા હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાતમાંથી 16 ટીમોએ ભાગ લીધો

હળવદ ઉમા કન્યા છાત્રાલયના પટાંગણમાં આસ્થા સ્પિનટેક્ષ આયોજિત મોરબી જિલ્લા માં સૌ પ્રથમવાર ગુજરાત ની સૌથી મોટી ઓપન ગુજરાત મહિલા હેન્ડબોલ લીગ ની શરૂઆત કરવામાં આવી.આ સ્પર્ધા માં ગુજરાત માંથી 16 ટીમ ભાગ લઈ રહી છે જેમાં નેશનલ લેવલ ના 270 જેટલા મહિલા ખેલાડીઓ રમી રહ્યા છે.આ સ્પર્ધા તા.18/9/25 થી 21/9/25 સુધી ચાલુ રહેવાની છે.ભારત પરંપરાગત રમતગમત અધિકારી કિશન દલસાણીયા જે પી બના ના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા યોજાઈ રહી છે. આ સ્પર્ધા ના ઉદ્ઘાટન પ્રસંગે આસ્થા સ્પિનટેક્ષ ના એમ.ડી. જશુભાઈ પટેલ , હળવદ મામલતદાર અલકેશ ભટ્ટ,જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની,પાટીદાર અગ્રણી રણછોડભાઈ પટેલ ,ચંદુભાઈ પટેલ,ધનજીભાઈ ભોરણીયા,તથા મહિલા પી.આઈ.ડી.વી.કાનાણી,નગરપાલિકા પ્રમુખ ફોરમબેન રાવલ,સહિત ના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.આસ્થા સ્પિન્ટેક્ષ ના એમ. ડી. જશુભાઈ પટેલ તથા તેમની ટીમ આ સ્પર્ધા ને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાટીદાર યુવા હૃદય સમ્રાટ દિવ્યાંગ પટેલ, અન્ય યુવાનો રાત દિવસ ભારે જેહમત ઉઠાવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments