Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી અને લગધીરપુર રોડ ઉપર વરલીનો જુગાર રમાડતા બે ઝબ્બે

મોરબી અને લગધીરપુર રોડ ઉપર વરલીનો જુગાર રમાડતા બે ઝબ્બે

મોરબી શહેરના જુના બસ્ટેન્ડ પાસે તેમજ લગધીરપુર રોડ ઉપર પોલીસે અલગ અલગ બે દરોડા પાડી જાહેરમાં વરલીનો જુગાર રમાડી રહેલા બે આરોપીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે જુના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં વરલીના આંકડા લઇ જુગાર રમાડી રહેલા આરોપી અસરફ સીદીકભાઈ જારા રહે.શ્રીજી પાર્ક મોરબી વાળાને રોકડા રૂપિયા 620 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે લગધીરપુર રોડ ઉપર સોરિસો ચોકડી પાસે દરોડો પાડી જાહેરમાં વરલીના આંકડા લઈ જુગાર રમાડનાર આરોપી સુનિલ વજુભાઇ પરમાર રહે.લગધીરપુર વાળાને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments