Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી અને રફાળેશ્વરમાં વિદેશી દારૂના બે દરોડા: 7 બોટલ સાથે બે ઝડપાયા

મોરબી અને રફાળેશ્વરમાં વિદેશી દારૂના બે દરોડા: 7 બોટલ સાથે બે ઝડપાયા

મોરબી શહેર અને તાલુકામાં વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે એક શખ્સને મોટર સાયકલ ઉપર દારૂની હેરફેર કરતા એક બોટલ સાથે ઝડપી લીધો હતો. તેમજ બીજા દરોડામાં તાલુકા પોલીસે રફાળેશ્વર પાસેથી એક શખ્સને વિદેશી દારૂની છ બોટલ સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે શનાળા રોડ ઉપર છોટાલાલ પંપ પાસે જીજે – 36 – એજી – 5454 નંબરના એક્સેસ ચાલક આરોપી વિજય મુળુભાઈ કોડિયાતર ઉ.19 રહે.વાવડી રોડ વાળાને બ્લેક ડોગ બ્રાન્ડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 2056 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા આરોપી ભુપેન્દ્ર ઉર્ફે ભુપત જયસુખ વાઘેલા પાસેથી દારૂની બોટલ મેળવ્યાનુ કબુલતા ભૂપતને ફરાર દર્શાવી 30 હજારના મોટર સાયકલ સહિત 32,056નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે રફાળેશ્વર ગામે નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપરથી આરોપી હાર્દિક રમેશભાઈ ગુગડીયા ઉ.20 રહે.રફાળેશ્વર વાળાને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 6600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments