વાંકાનેર શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક એક્ટિવા મોટર સાયકલની લાઈટ બંધ કરવાનું કહેનાર યુવકને પાડોશના રહેતા પરિવારે બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા ફરિયાદી રામાભાઈ માનાભાઈ સિંધવે આરોપી સમદ જાનમામદભાઇ મોડ, સેજુ ઓસમાણભાઇ, સોહીલ ઓસમાણભાઇ, સાયરાબેન જાનમામદભાઇ મોડ, મુમતાજબેન ઓસમાણભાઇ અને નિલોફરબેન ઓસમાણભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી સમદ ઘર પાસે એક્ટિવાની લાઈટ કરીને ઉભો હોય લાઈટ બંધ કરવા કહેતા આરોપીને સારું નહીં લાગતા ઝઘડો કર્યો હતો અને બાદમાં તમામ આરોપીઓએ લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.








