મોરબી-માળિયા નેશનલ હાઇવે આજે મોરબી તરફ આવવાના રસ્તે ભરતનગર પાસે એક ટેન્કર કોઈ કારણોસર પલ્ટી મારી ગયું હતું. જેથી ટેન્કરમાં ભરેલું પ્રવાહી રોડ ઉપર ઢોળાઈ ગયું છે. આ કેમિકલ સાફ કરવા તંત્રએ કવાયત હાથ ધરી છે.
આ ટેન્કર પલ્ટી મારતા એક તરફનો રોડ પણ બંધ થઈ ગયો છે. જેને કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાતા આ ટ્રાફિક ક્લિયર કરાવવામાં ટ્રાફિક પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. હાલ ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડ અને હાઇવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે છે. જ્યાં કેમિકલ ઢોળાયુ છે ત્યાં ધૂળ નાખી માથે પાણીનો મારો ચલાવી કેમિકલ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.









