મોરબી તાલુકા પોલીસ અને વાંકાનેર શહેર પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં વરલી મટકાના ત્રણ જુગારીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી તાલુકા પોલીસે પ્રથમ દરોડામાં જાંબુડિયા ઓવરબ્રિજ નીચેથી આરોપી સોહિલ ઇશાભાઈ પલેજા રહે.માળીયા ફાટક, મોરબી વાળાને રોકડા રૂપિયા 350 સાથે વરલીના આંકડા લેતા ઝડપી લીધો હતો. બીજા દરોડામાં અરુણ ઉર્ફે અકુલ રતિલાલ સિરોયા રહે.વીસીપરા વાળાને ઘુંટુ ગામની સીમમાં આકૃતિ સિરામિક પાસેથી રોકડા રૂપિયા 370 સાથે વરલીનો જુગાર રમાડતા ઝડપી લીધા હતા. જ્યારે ત્રીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે વાંઢા લીમડા ચોકમાં જાહેરમાં વરલીના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી રાજેન્દ્રસિંહ ભરતસિંહ કૌશલ્યા રહે.પરશુરામ પોટરી, વાંકાનેર વાળાને રોકડા રૂપિયા 150 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.








