Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ:માતાજીને સોળે શણગારવા ચૂંદડી, હાર માળા, ઈંઢોણી, અખંડ દીવાની ખરીદી બજારમાં ભારે...

હળવદ:માતાજીને સોળે શણગારવા ચૂંદડી, હાર માળા, ઈંઢોણી, અખંડ દીવાની ખરીદી બજારમાં ભારે ભીડ

(મયુર રાવલ ,હળવદ)

હળવદ નવરાત્રીને એક દિવસ બાકી છે ત્યારે નવરાત્રી ની તૈયારીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. બજારમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. નવરાત્રી માં માતાજીને સોળે શણગાર કરવામાં લોકો ચૂંદડીઓ હાર માળા, કંકુ જેવી અનેક વસ્તુઓ ખરીદે છે. હવે થોડા દિવસ બાકી છે ત્યારે બજારમાં સવાર થી ભીડ જામી છે. ચુંદડી, હાર માળા ઈંઢોણી, ખંજરી, ધૂપ અગરબત્તી, અખંડ દીવા ની ખરીદી કરી રહ્યા છે.

બજારમાં અનેક પ્રકારના મોટી રુદ્રાક્ષની માળાનું વેચાણ થઈ રહ્યું છે. હાલ બજારમાં હાર રૂા ૧૦ થી ૫૦૦, ખંજરી રૂ।૦ થી ૭૦, ઈંઢોણી રૂા૦ ધૂપ રૂા૦ નું ૧૦૦ ગ્રામ, અગરબત્તી રૂા00 ની ૫૦૦ ગ્રામ અખંડ દીવા રૂા૦૦ થી ૯૦૦ ના વહેંચાઈ રહ્યા છે.

આ વખતે રેડીમેઈટ ચુંદડીનું વેચાણ વધુ થાય રહ્યું છે. જેમાં માતાજીના ફ્રેમની ફિક્સ ચુંદડી છે જેને સીધી ફ્રેમ પર લગાવવામા આવે છે. આ ચુંદડી મખમલ, પ્રિન્ટેડ, ઝરી વાળી ચુંદડી મળે છે. જેની કિંમત રૂ।૨૦ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments