મોરબી : ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તા.17 સપ્ટેમ્બરથી ગાંધી જયંતિ તા. 2 ઓક્ટોબર સુધી ”સેવા પખવાડિયા” તરીકે વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો થકી ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે આ સેવા પખવાડિયા કાર્યક્રમ અનુસંધાને ભાજપ દ્વારા મોરબી તાલુકાના પાનેલી ગામે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં આયુષ હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્ત્રીરોગ, હાડકાના દર્દીઓ સહિત 146 દર્દીઓનું નિદાન કરી દવા આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી મોરબી જિ લલ્લા પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જયંતીભાઈ પડસુંબીયા, અરવિંદભાઈ વાસદડીયા, બચુભાઈ અમૃતિયા, કવીન શાહ, કાનજીભાઈ ચાવડા સરપંચ, ગોતમભાઇ હડીયલ ઉપ સરપંચ, રાજુભાઈ રબારી, હસુભાઇ ખરા સહિતનાઓએ કેમ્પની મુલાકાત લીધી હતી.











