આસ્થા સ્પિનટેક્ષ આયોજિત મહીલા હેન્ડબોલ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું, ગુજરાતમાંથી 16 ટીમોએ ભાગ લીધો
(મયુર રાવલ હળવદ) : સૌપ્રથમવાર ઓપન ગુજરાત મહિલા હેન્ડબોલ લીગની હળવદ માં શરૂઆત કરવામાં આવી જેમાં નેશનલ લેવલ ના 270 જેટલા મહિલા ખેલાડીઓ ભાગ લીધો હતો.ગ્રામીણ પ્રતિભાને મળી રહ્યું છે આંતરરાષ્ટ્રીય મંચ,સાચી પ્રતિભા, સાચું પ્લેટફોર્મ મળી રહ્યું છે.
હળવદ ઉમા કન્યા છાત્રાલય ખાતે સૌપ્રથમવાર ઓપન ગુજરાત મહિલા હેન્ડબોલ લીગ ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભરમાંથી 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો ત્રણ દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં ફાઇનલ જુનાગઢ અને ભાવનગર વચ્ચે ભારે રસાકસીભરી મેચ યોજાઇ હતી, જેમાં જૂનાગઢને 35 ગોલ કર્યો હતા, ભાવનગર 28 ગોલ કર્યો હતો.જુનાગઠ ૭ ગોલ ચેમ્પિયન થયું હતું આટુર્નામેન્ટમાં ત્રીજાં સ્થાન પર ગાંધીનગર અને રાજપીપળા ની ટીમ રહી હતી.
આ ટુર્નામેન્ટમાં બેસ્ટ ગોલકીપર અને બેસ્ટ પ્લેયર નો એવોર્ડ ગોહિલ રવિના..ને એનાયત કરવામાં આવ્યો હતો,
ટુર્નામેન્ટના બેસ્ટ ડીપેંન્ડર બોટાદના બોડા નિધિને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.આ ટુર્નામેન્ટના બેસ્ટ પ્લેયર તરીકે સેમી ફાઇનલ ૧ માં અંજલી પરમાર,(જુનાગઢ) સેમી ફાઇનલ ૨ મા કામિની( રાજપીપળા)ને ફાઇનલમાં રવિના ગોહિલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
ચેમ્પિયન ટીમને સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરો. આસ્થા સ્પિનટેક્ષના એમડી જશુભાઈ પટેલ, દિવ્યાંગ પટેલ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવોના હસ્તે ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
જ્યારે રનસૅપ ટોફી હસુમતીબેન જશુભાઈ પટેલ
રીપલબેન દિવ્યાંગભાઈ પટેલહિનાબેન વિજયભાઈ જાની, હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે રસિકભાઈ પટેલ, આસ્થા ના ડીરેકટર,મોરબી જિલ્લા સરકારી એડવોકેટ વિજયભાઈ જાની,જંયતિભાઈ રાજકોટીયા. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ,રણછોડભાઈ દલવાડી.પુવૅ પ્રમુખ,રજનીભાઈ સંધાણી,એપીએમસી, ચેરમેન,
અજયભાઈ રાવલ (પૂર્વ પ્રમુખ હળવદ નગરપાલિક, દાદાભાઈ ડાંગર, સહિતના સમાજના યુવાનોઓ શ્રેષ્ઠીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


















