Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસાંસદ વિનોદભાઈ ચાવડા આયોજિત માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પમાં પદયાત્રીઓનો અવિરત પ્રવાહ...

સાંસદ વિનોદભાઈ ચાવડા આયોજિત માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પમાં પદયાત્રીઓનો અવિરત પ્રવાહ પૂર્ણતાને આરે

મોરબી : જય માતાજી’ ના નામ સાથે લાખો માઈ ભક્તો દૂર દૂરથી પદયાત્રા કરતાં માં આશાપુરા દર્શને માતાના મઢ જ્યારે પગપાળા જતાં હોયને આપણે તેમને પ્રોત્સાહન આપીયે તેમની અતૂટ સાધના માં સહભાગી થઈએ ત્યારે આપણને જે આનંદ ની અનુભૂતિ થાય છે તે ખરેખર અદભૂત હોય છે તેમ જણાવતાં કચ્છનાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે લાખો પદયાત્રીઓ માટે સેંકડો સેવા કેમ્પો જોઈ, તેમની સેવા ભક્તિ જોઈ સેવા ભાવનાને નજર સમક્ષ રાખી સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ ના સહયોગે ત્રણ વર્ષથી સેવા કેમ્પ નું આયોજન હ્યુન્ડાઇ શો રૂમ પાસે મિરઝાપર રોડ ઉપર કરવામાં આવે છે હાલે ‘માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) સેવા કેમ્પ’ સેવા ની સરવાણી ફેલાવે છે.

મિલેટ્સ (બાફેલું કઠોડ), એનર્જી ડ્રિંક, ૨૪ કલાક મેડિકલ સેવા, સેલ્ફી પોઈન્ટ અને મોબાઈલ ચાર્જિંગ, અને સુવા માટેની વ્યવસ્થા સાથે છેલ્લા ચાર દિવસ માં ૭૦ હજાર થી વધુ પદયાત્રીઓ એ લોકોએ કેમ્પ સેવાનો લાભ લીધો હતો. જ્યારે પગપાળા જતાં યાત્રી અને વાહન ધારકો એ મિલેટ્સ અને એનર્જી ડ્રિંક નો લાભ લીધો હતો. તેમ સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું. મોટા ભાગના પદયાત્રીઓ નખત્રાણા તરફ આગળ નીકળી ગયા છે. પરંતુ નવરાત્રિ દરમ્યાન વાહન ધારકો આગળ જશે. શાંતિ પૂર્ણ પદયાત્રીઓનો અવિરત પ્રવાહ પૂર્ણતા ને આરે છે.
‘માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) સેવા કેમ્પ’ માં સર્વશ્રી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઇ વરચંદ, મનીષભાઈ બારોટ, રાહુલભાઈ ગોર, અશોકભાઇ હાથી, હિતેશભાઈ ગોસ્વામી, મોહનભાઈ ચાવડા, નરેશભાઈ મહેશ્વરી, વિરમભાઇ આહીર, જયભાઈ ચાવડા, મુકેશભાઈ ચાવડા, કમલભાઈ ગઢવી, મયુરસિંહ જાડેજા, ધવલરાજ સોલંકી, નરેશભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ મહેશ્વરી, રમેશભાઈ મહેશ્વરી, ચેતનભાઈ ઠક્કર, નીકુલભાઈ ગોર, હર્ષદભાઈ ઠક્કર, રમેશભાઈ દાફડા તથા અન્ય શુભેચ્છકો – સ્વયંભુ કાર્યકરો સેવામાં જોડાયેલા હતા, તેમ સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું. સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ, લોકસભા પરિવાર ઉપસ્થિત રહી પદયાત્રીઓની સેવાનો લાભ લીધો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments