મોરબી : આહીર સેના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત શ્રી આહીર સમાજ નવરાત્રિ મહોત્સવનો શુભારંભ પ્રથમ નોરતે કરવામાં આવ્યો હતો. મહોત્સવનું ઉદ્ઘાટન સમસ્ત આહીર (યાદવ) સમાજ ગુજરાતના પ્રમુખ, દાનવીર ભામાશા અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આહીર સેના ગુજરાત મોરબી જીલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા, મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા, મોરબી તાલુકા પ્રમુખ રાજેશભાઈ રાઠોડ, ટંકારા તાલુકા પ્રમુખ રાહુલભાઈ ડાંગર, આહીર અગ્રણીઓ રાણાબાપા ડાંગર, આપાભાઈ કુંભરવાડીયા, ઉગાભાઈ રાઠોડ, મહેશભાઈ મકવાણા, દેવાભાઈ અવાડિયા, ગિરીશભાઈ ડેર, રાજુભાઈ જીલરીયા, દિનેશભાઈ ચાવડા, અમુભાઈ હુંબલ, ચંદુભાઈ હુંબલ, મુળુભાઈ કુંભરવાડીયા, પ્રકાશભાઈ ચબાડ, પીઆઈ ભોચિયા સાહેબ, દેવદાનભાઈ ડાંગર, બ્રિજેશભાઈ કુંભરવાડીયા, હકાભાઈ ચાવડા, વાઘજીભાઈ માખેલા, જલાભાઈ રાઠોડ, જયદીપભાઈ બકુત્રા, દેવભાઈ કુંભરવાડીયા, વિજયભાઈ ગજીયા તેમજ કમલેશભાઈ ભેડા ઉપસ્થિત રહ્યા હતા.
મહોત્સવના આરંભ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવો દ્વારા નવરાત્રિના પાવન અવસર પર માતાજીના આશીર્વાદ સાથે સમાજ એકતા, સંસ્કૃતિ અને ભક્તિ ભાવના સાથે ઉત્સવ ઉજવવાની અપીલ કરવામાં આવી હતી.













