Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાપાલિકા અને FSSAI દ્વારા ખાણી-પીણીના લારી ધારકો માટે તાલીમનું આયોજન

મોરબી મહાપાલિકા અને FSSAI દ્વારા ખાણી-પીણીના લારી ધારકો માટે તાલીમનું આયોજન

મોરબી : મોરબી મનપા દ્વારા ભારત સરકારની પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી વિસ્તારના ખાણી-પીણીની લારી ચલાવતા શહેરી ફેરિયાઓ માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (FSSAI) વિભાગ દ્વારા તા. 24 સપ્ટેમ્બર 2025ના રોજ એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તાલીમનો ઉદ્દેશ સ્ટ્રીટ ફૂડ શહેરી ફેરિયાઓ ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી અપનાવે તેવા વ્યવહાર માટે પ્રોત્સાહિત કરવાનો છે. જેથી જાહેરમાં આરોગ્યમાં સુધારો થાય અને સ્ટ્રીટ ફૂડ પ્રત્યે સ્ટ્રીટ ફૂડ શહેરી ફેરિયાઓને FSSAI દ્વારા કીટ તથા તાલીમ અંગેનું પ્રમાણ પત્ર આપવામાં આવશે. તાલીમ બાદ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ સ્ટ્રીટ ફૂડ શહેરી ફેરિયાઓને આ તાલીમમાં જોડાવવા અનુરોધ કરવામાં આવે છે. તાલીમનું સ્થળ મોરબી મહાનગરપાલિકા ઇસ્ટ ઝોન ઓફીસ, રેલવે સ્ટેશન રોડ મોરબી સવારે 8:30 કલાકનો રહેશે. વધુ જાણકારી માટે યુ.સી.ડી.શાખા, બીજો માળ સહયોગ કોમ્પલેક્ષ, ખારા કુવા શેરી, જુના બસસ્ટેન્ડ પાસે સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments