Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભવ્યાતીભવ્ય વેલકમ નવરાત્રી મહોત્સવ યોજાયો

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભવ્યાતીભવ્ય વેલકમ નવરાત્રી મહોત્સવ યોજાયો

મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા રાત્રી બીફોર નવરાત્રી — વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન જયરાજસિંહ જાડેજાના સહયોગથી સામા કાઠે ઉમા ટાઉનશીપ પાસે આવેલ મા ગરબી મંડળના પટાંગણમાં આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 200 જેટલા ખેલૈયાઓએ મન મૂકીને માતાજીના ગરબા પર રાસ લઈને નવલી નવરાત્રીને વેલકમ કરવા માતાજીનું સ્વાગત કરવા ઝૂમી ઉઠ્યા હતા.

આ ભવ્ય કાર્યક્રમમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખાસ હાજરી આપી હતી. તેમજ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની નિરંતર પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ સંસ્થા દ્વારા મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ તેમજ અનેક જરૂરિયાત મંદોને ઉપયોગી થવાય છે અને આમ આ સંસ્થાને માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત એવી ટોચની સંસ્થા કહીને બિરદાવી હતી . કાર્યક્રમમાં તમામ વિજેતાઓને સ્માર્ટ ટીવી, કાચના ગેસ ,ઇન્ડક્શન, મિક્સચર, ટ્રોલી બેગ , બ્લેન્ડર તેમજ અન્ય અસંખ્ય ઇનામોની વણઝાર કરવામાં આવી હતી. ભાગ લેનાર બાળકોને શ્યોર ગિફ્ટ આપવામાં આવી હતી. મોટાભાગની ગિફ્ટ ના સ્પોન્સર સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, પ્રીતિબેન દેસાઈ, શોભનાબા ઝાલા રહ્યા હતા. આ ઉપરાંત નિરાલી ક્રિએશનના ઓનર નિમિષાબેન ખન્ના દ્વારા ક્લબના તમામ મોટા સ્પોન્સરનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉમા બ્યુટી પાર્લરના ઓનર ઉમાબેન સોમૈયા દ્વારા વિજેતાઓને 1500 થી 2000 ના ગિફ્ટ વાઉચર આપવામાં આવ્યા હતા. ક્લબ ના ipp મયુરીબેન કોટેચા દ્વારા ક્લબના તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આમ સમગ્ર ટીમ દ્વારા ટીમ વર્ક કરીને સતત ત્રીજા વર્ષે આટલી મોટી સંખ્યામાં ખુબ સુંદર રીતે આયોજિત એવી વેલકમ નવરાત્રી નું આયોજન કરવા માટે ક્લબના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા તથા સેક્રેટરી મનિષાબેન ગણાત્રા એ સર્વે મેમ્બર્સનો આભાર માન્યો હતો .

તેમ જ આ કાર્યક્રમમાં જેમનો સિંહ ફાળો છે તેવા તેમજ મોરબી શહેરમાં કોઈપણ વિકાસ કાર્યમાં મદદ કરવા હંમેશા અગ્રેસર રહેનાર એવા શ્રી જયરાજ સિંહજી જાડેજા તથા તેમની સમગ્ર ટીમ સતત ત્રીજા વર્ષે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખુબ જ સાથ અને સહકાર આપ્યો હતો તે તે માટે નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા ફાઉન્ડર શોભનાબા ઝાલાએ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે રાજકોટથી સ્પેશિયલ પધારેલ જોલી બેન કાલાવાડીયા, જયશ્રીબા ઝાલા, નીરવભાઈ રાવલસર તેમજ અમિતાબેન દફ્તરીએ સેવા આપી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments