મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ નજીક આવેલ વિદ્યુતનગરમાં રહેતા શીતલબેન પુનિતભાઈ ઉ.વ.28 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










