મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે લાલપર ગામે શ્રી હરિ ચેમ્બર પાસે દરોડો પાડી આરોપી મયુરભાઈ વિરજીભાઈ ડાંગરોણીયા રહે.રવાપર રોડ, ક્રિષ્નાસ્કૂલ વાળી શેરી મોરબી નામના શખ્સને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 5 બોટલ કિંમત રૂપિયા 7500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.










