મોરબી : ગુજરાતના યુવાનોમાં સાહસિકતાના ગુણ વિકસે અને આકસ્મિક આવી પડેલ પૂર, આગ, ભૂકંપ જેવી હોનારતના આપાતકાલિન સમયમાં જે-તે જિલ્લાના ડીઝાસ્ટર મેનેજમેન્ટને મદદ મળી રહે તે આશયથી ‘ગુજરાતમાં સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન’ અન્વયે આણંદ જિલ્લા ખાતે ‘પ્રદેશકક્ષા (મધ્યઝોન) સાહસિક પ્રવૃત્તિઓના તાલીમ કોર્ષ’ માટે ઈચ્છુક યુવક-યુવતીઓના ૫ (પાંચ) દિવસના નિવાસી તાલીમ કેમ્પનું આયોજન રાજ્ય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આણંદ દ્વારા હાથ ધરવામાં આવનાર છે.
આ નિવાસી શિબિરમાં પસંદ થયેલ યુવક-યુવતિઓને કેમ્પમાં સ્માવિષ્ટ તમામ સાહસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક આપવામાં આવશે. આ તાલીમ કેમ્પ માટે મધ્ય ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓ (ખેડા, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, આણંદ, પંચમહાલ (ગોધરા), મહીસાગર, દાહોદ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર) ના યુવક-યુવતીઓ કે જેઓ 15 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય, તેઓએ નિયત નમૂનાનું ફોર્મ ભરી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, 309, 3જો માળ, જુના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે તા. 10-10-2025 સુધીમાં મોકલી આપવાનું રહેશે. નિયત સમયમાં કચેરી ખાતે મળેલ અરજીઓમાંથી પસંદગી પામેલ યુવક-યુવતીઓને આ કેમ્પ માટે આમંત્રિત કરવામાં આવશે. વધુ માહિતી માટે કામના સમય દરમ્યાન કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારીના મો.નં- 7990239714 પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.










