વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રી કો ઓપરેટિવ સોસાયટીમાથી નાણાં લીધા બાદ છેલ્લા આઠ નવ મહિનાથી હપ્તા ભરપાઈ ન કરતા હોવાથી મંડળીના એજન્ટ હપ્તાની ઉઘરાણી કરતા ત્રણ આરોપીઓએ સોડા બોટલના ઘા ઝીકી હુમલો કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર શહેરના માર્કેટ ચોકમાં ઓઝા શેરીમાં રહેતા જયેશભાઇ મહેશ્વરભાઈ ઓઝાએ આરોપી જય જિતેન્દ્રભાઈ જયસ્વાલ, કિશન જિતેન્દ્રભાઈ જયસ્વાલ અને આરોપી જિતેન્દ્ર રમણિકલાલ જયસ્વાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓએ ગાયત્રી કો ઓપરેટીવ સોસાયટીમાંથી લોન મેળવ્યા બાદ છેલ્લા આઠ નવ મહિનાથી હપ્તા ભરતા ન હોય મંડળીના એજન્ટ હોવાના કારણે ફરિયાદીએ નાણાંની ઉઘરાણી કરતા આરોપીઓએ ચાવડી ગેટ પાસે હુમલો કરી સોડા બોટલના છુટા ઘા કરી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ત્રણેય પિતા પુત્રો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










