ટંકારા : ટંકારા પોલીસે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં ઘાતક હથિયાર સાથેની પોસ્ટ મૂકી સીન સપાટા કરનાર શખ્સને ઝડપી લઈ હથિયાર બંધી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.
ટંકારા પોલીસે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ગુપ્તી જેવા ઘાતક હથિયાર સાથેની પોસ્ટ વાયરલ થતા તપાસ હાથ ધરી માફિયા 302 એકાઉન્ટ ધારક આરોપી કિશન બાબુભાઇ ગમારા રહે.સરાયા તા.ટંકારા નામના શખ્સને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવી હથિયાર બંધી જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.








