મોરબી : માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિપરામા જાહેરમાં અંદર બહારનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. જો કે, દરોડા દરમીયાન છ આરોપીઓ નાસી ગયા બાદ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. પોલીસે કુલ નવ આરોપીઓની અટકાયત કરી ચાર મોટર સાયકલ અને રોકડ સહિત 96,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિપરામાં જાહેરમાં અંદર બહારનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી મનુભાઇ બેચરભાઇ લોલાડીયા, રવજીભાઇ ઓધવજીભાઇ ઉપાસરીયા અને મુકેશભાઇ નવીનભાઇ ઠાકર ઝડપાઇ ગયા હતા. જો કે આરોપી અલ્પેશભાઇ બિજલભાઇ સુરાણી, કિશનભાઇ બિજલભાઇ સુરાણી, અનીલભાઇ કલાભાઇ સનુરા, મુકેશભાઇ જગાભાઇ સુરાણી, દિલીપભાઇ હીરાભાઇ સુરાણી અને વિપુલભાઇ જગદીશભાઇ સુરાણી દરોડા સમયે નાસી ગયા બાદ પોલીસ સમક્ષ હાજર થઈ જતા પોલીસે કુલ રોકડા રૂપિયા 11,800 તેમજ ચાર મોટર સાયકલ કિંમત રૂપિયા 85,000 સહિત 96,900નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.










