Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedલઘુ ઉદ્યોગ ભારતી મોરબી જિલ્લા દ્વારા ટંકારા તાલુકા ઇકાઈની રચના

લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જિલ્લા દ્વારા ટંકારા તાલુકા ઇકાઈની રચના

પ્રમુખ તરીકે રાજેશભાઈ સવસાણી, મંત્રી તરીકે દિનેશભાઈ સંઘાત, ઉપ પ્રમુખ તરીકે અનિલભાઈ સંઘાણી તેમજ સહમંત્રી તરીકે હર્ષદભાઈ કાનાણીની નિમણૂક

ટંકારા : સૂક્ષ્મ, નાના અને મધ્યમવર્ગના ઉદ્યોગો (MSME) માટે કાર્યરત ભારતના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન લઘુ ઉદ્યોગ ભારતી (LUB) દ્વારા મોરબી જિલ્લામાં ટંકારા તાલુકા ઇકાઇની (યુનિટ)ની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. આ ઘોષણા ટંકારાના 300થી વધુ નાના-મોટા ઉદ્યોગોને તેમના પ્રશ્નોના નિવારણ અને સરકારી યોજનાઓના મહત્તમ લાભ માટે એક મજબૂત મંચ પૂરું પાડશે.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. મોરબી જિલ્લાના પ્રમુખ દિનેશભાઈ હરિપરા દ્વારા ટંકારા તાલુકાની નવનિયુક્ત કાર્યકારિણીની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે રાજેશભાઈ સવસાણી, મંત્રી તરીકે દિનેશભાઈ સંઘાત, ઉપ પ્રમુખ તરીકે અનિલભાઈ સંઘાણી તેમજ સહમંત્રી તરીકે હર્ષદભાઈ કાનાણીની નિમણૂક કરવામાં આવી હતી. આ નવી ટીમને ટંકારાના ઉદ્યોગોના હિત માટે કાર્ય કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના અનેક રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને પ્રદેશ મહામંત્રી હંસરાજભાઈ ગજેરાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. પ્રદેશ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે, લઘુ ઉદ્યોગ ભારતી હંમેશા ઉદ્યોગ હિતના રક્ષણ માટે કાર્યરત રહે છે અને નવી ટીમે ટંકારા તાલુકાના ઉદ્યોગોને તેનો મહત્તમ લાભ મળે તે દિશામાં કાર્ય કરવું જોઈએ. ગુજરાત પ્રદેશના મહામંત્રી હંસરાજભાઈ ગજેરાએ સંસ્થાના ઉદ્દેશોનો પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય કાર્યકારિણી સમિતિના સભ્ય ભીમજીભાઈ ભાલોડિયા, સૌરાષ્ટ્ર સંભાગના મહામંત્રી જયભાઈ માવાણી, મોરબી જિલ્લાના પ્રમુખ દિનેશભાઈ હરિપરા અને મહામંત્રી ઉત્તમભાઈ ત્રાસડીયા સહિતના સભ્યો હાજર રહ્યા હતા. અંતમાં, ટંકારા તાલુકાના નવનિયુક્ત પ્રમુખ રાજેશભાઈ સવસાણીએ આભારવિધિ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments