મોરબી: ટંકારા પોલીસે NDPS અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. આરોપી નિજામભાઈ સ/ઓ ઇબ્રાહીમભાઈ જુસબભાઇ આમરોણીયા (ઉંમર વર્ષ 24, રહે. કલ્યાણપર રોડ, સો-વારીયા પ્લોટ, આશાબાપીરની દરગાહ પાસે, ટંકારા)વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટેનું પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું. જે બાદ ટંકારા પોલીસ સ્ટેશનની ટીમે તા. ૨૫/૦૯/૨૦૨૫ના રોજ આરોપીની પાસા એક્ટ હેઠળ અટકાયત કરી તેને વડોદરાની જેલ હવાલે કર્યો છે.











