Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના જુના ઈશનપુર ગામે જૂની અદાવત મામલે બે પક્ષ વચ્ચે મારામારીની સામસામી...

હળવદના જુના ઈશનપુર ગામે જૂની અદાવત મામલે બે પક્ષ વચ્ચે મારામારીની સામસામી ફરિયાદ

હળવદ : હળવદના જુના ઈશનપુર ગામે જાહેર રસ્તામાં અવરોધ કરી મોટરસાયકલ ઉભું રખાવી ઘર બાજુ નીકળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ ચલાવી છે

હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામના રહેવાસી મુકેશભાઈ ઉર્ફે મુન્નો સોંડાભાઈ સારોલાએ આરોપીઓ જગદીશ બાલાભાઈ મકવાણા, પરાક્રમ ઉર્ફે પ્રકાશ છનાભાઇ મકવાણા રહે બંને જુના ઈશનપુર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જગદીશે ફરિયાદી મુકેશભાઈને જાહેર રસ્તામાં અવરોધ કરી મોટરસાયકલ ઉભું રખાવી ઘર બાજુ બીજી વખત નીકળશે તો ટાંટિયા ભાંગી નાખી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી આરોપી પરાક્રમે લાકડાના ધોકા સાથે આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સામાપક્ષે પરાક્રમ ઉર્ફે પ્રકાશ છનાભાઇ મકવાણાએ આરોપી મુના સોંડાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીના કુટુંબના માણસોએ અગાઉ ફરિયાદીના પિતા છનાભાઇ ઉપર હથિયાર વડે હુમલો કર્યો હતો જેની ફરિયાદ કરી હતી જેથી જગદીશભાઈએ આરોપીને પોતાના ઘર પાસેથી નહિ નીકળવાનું કહ્યું હતું જેને પગલે ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાતી પ્રત્યે અપમાનિત કરી લોખંડની વસ્તુ લઇ ફરિયાદીને મારવા આવી ધમકી આપી હતી હળવદ પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments