બહેન બનેવી સાથે ફોટો પડાવતી વખતે એક્ટિવા લોક ન કર્યું હોય અજાણ્યો શખ્સ ચોરી ગયો
ટંકારા : ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામે બહેન અને જીજાજી સાથે ફરવા ગયેલ મોરબીની યુવતી તળાવ કાંઠે ફોટા પડાવતી વખતે એકટીવા લોક કરવાનું ભૂલી જતા તકનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યો તસ્કર એક્ટિવા હંકારી જતા એક્ટિવા ચોરી મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી શહેરના રવાપર રોડ ઉપર ઉમિયાનગરમાં રહેતા પન્નાબેન જયંતીભાઈ કાવરે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.28 ઓગસ્ટના રોજ તેમની મોટી પુત્રી કેયા અને તેમના જમાઈ તેમજ નાની દીકરી તન્વી એમ ત્રણેય લોકો ઘુનડા ગામે તળાવ કાંઠે ફરવા ગયા હતા ત્યારે તન્વી પોતાનું એક્ટિવા લોક કર્યા વગર જ ફોટો પડાવતી હોય કોઈ અજાણ્યો તસ્કર જીજે – 36 – એએમ – 8549 નંબરનું એક્ટિવા ચોરી કરી લઈ જતા બનાવ અંગે પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










