મોરબી : મોરબી તાલુકા પોલીસે અલગ અલગ બે દરોડામાં ગોરખીજડિયા નજીક પલ્સર બાઈક ઉપર દેશી દારૂ લઈને નીકળેલા શખ્સને ઝડપી લેવાની સાથે ભરતનગર નજીક એક્ટિવા મોટર સાયકલ લઈને વિદેશી દારૂની હેરફેર કરી રહેલા બે શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં તાલુકા પોલીસે મોરબી બાયપાસ નજીક ગોરખીજડિયા જવાના રસ્તેથી જીજે – 03 – જેકે – 4045 નંબરના પલ્સર બાઇકમાં 17 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 3400 લઈને નીકળેલા માળીયા મિયાણા તાલુકાના નવાગામના રહેવાસી આરોપી હનીફ હાસમભાઈ નીંગામરા ઉ.27ને ઝડપી લઈ 40 હજારના બાઈક સહિત 43,400ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.
જ્યારે બીજા દરોડામાં ભરતનગર ગામની સીમમાં માળીયા હાઇવે ઉપર સર્વોદય હોટલ પાસેથી જીજે – 36 – એએમ – 9675 નંબરના એક્ટિવામાં વિદેશી દારૂની 180 મીલી માપની 9 બોટલ કિંમત રૂપિયા 900 લઈ નીકળેલા આરોપી કિરણ ગોરધનભાઇ મકવાણા રહે.જેતપર અને આરોપી અજય કિશનભાઈ પરમાર રહે. મોટી મારડ, ધોરાજી વાળાને ઝડપી લઈ 10 હજારના બે મોબાઈલ તેમજ 30 હજારનું એક્ટિવા સહિત 40,900નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.










