Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા નજીક બસ ધીમે ચાલવવાનું કહેનાર મુસાફરને ડ્રાઇવર સહિત ત્રણ શખ્સોએ માર...

માળીયા નજીક બસ ધીમે ચાલવવાનું કહેનાર મુસાફરને ડ્રાઇવર સહિત ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી : કચ્છથી ખાનગી લકઝરી બસમાં બેસી અમદાવાદ આવી રહેલા મુસાફરે બસ ધીમે ચલાવવાનું કહેતા લકઝરી બસના ડ્રાઇવરે મુસાફરને માળીયા મિયાણા હાઈવેની એક હોટલ ખાતે ઉતારી માર મારતા બનાવ અંગે કાગડા પીઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીરો નંબરથી ફરિયાદ નોંધી માળીયા મિયાણા પોલીસ મથકને ટ્રાન્સફર કરી હતી.

અમદાવાદ દાણી લીમડા વિસ્તારમાં આવેલ ભીલવાસમાં રહેતા રમેશભાઈ ભીખાભાઇ દાફડાએ અમદાવાદ કાગડા પીઠ પોલીસ મથકના જીરો નંબરથી ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.23ના રોજ તેઓ કચ્છથી પવન ટ્રાવેલ્સની ખાનગી લકઝરી બસ નંબર એમપી – 44- ઝેડઇ – 9999મા બેસી સાસુ કમળાબેન સાથે અમદાવાદ આવતા હતા ત્યારે રસ્તામાં આરોપી ડ્રાઇવર અસલમને બસ ધીમે ચાલવવાનું કહેતા આરોપી અસલમે માળીયા મિયાણા હાઇવે ઉપર આવેલ સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ નામની હોટલ બસ ઉભી રાખી રમેશભાઈને નીચે ઉતારી વોસરૂમ પાસે લઈ જઈ અન્ય બે આરોપીઓને સાથે રાખી ઢીકા પાટુનો માર મારી લાકડી વડે શરીરે મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments