Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં હાઉસિંગ બોર્ડની ગરબીમાં સળગતા દેવતા ઉપર બાળાઓનો અદભુત રાસ

મોરબીમાં હાઉસિંગ બોર્ડની ગરબીમાં સળગતા દેવતા ઉપર બાળાઓનો અદભુત રાસ

મોરબી : મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ગરબીમાં હાઉસિંગ બોર્ડમાં રહેતી બાળકો દ્વારા લોકોની સમક્ષ અવનવા રાસ રજૂ કરવામાં આવતા હોય છે દરમિયાન શનિવારની રાતે હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓ દ્વારા અંગારા રાસ રજૂ કરવામાં આવ્યો હતો અને સળગતા દેવતા ઉપર બાળાઓએ રાસ રજુ કરીને માતાજીની આરાધના કરી હતી

વર્તમાન સમયમાં નવરાત્રી દરમિયાન ગરબી કરતાં ગરબાનું મહત્વ વધી ગયું છે અને અર્વાચીન રાતોત્સવમાં મોટા પ્રમાણમાં લોકો જતા હોય છે જોકે આજની તારીખે પણ કેટલાક વિસ્તારોની અંદર પ્રાચીન ગરબીઓને જાળવી રાખવામાં આવી છે અને ત્યાં બાળાઓ દ્વારા લોકોને જકડી રાખે તેવા એકથી એક ચડિયાતા રાસ રજૂ કરવામાં આવતા હોય છે આવી જ એક ગરબી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં કરવામાં આવે છે અને ત્યાંના આયોજકો દ્વારા ગરબીમાં ભાગ લેતી બાળાઓને જુદા જુદા રાસની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે ત્યાર બાદ નવરાત્રી દરમિયાન નવ દિવસ બાળાઓ દ્વારા લોકોની સમક્ષ જુદા જુદા રાસ રજૂ કરવામાં આવે છે. દરમ્યાન શનિવારે રાત્રે હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓ દ્વારા અંગારા રાસ રજૂ કરવામાં આવ્યો હતો અને સળગતા દેવતા ઉપર ચચાર ચોકમાં બાળાઓ દ્વારા અંગારા રાસ રજૂ કરવામાં આવતા ગરબી જોવા માટે આવેલા લોકોએ ગરબીમાં રાસ રજૂ કરતી બાળાઓની આરાધના અને તેના રાસને બિરદાવ્યો હતો અને પ્રસન્નતા કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments