વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર નજીક ગત તા.16ના રોજ વહેલી સવારે છ વાગ્યાના અરસામાં ગેસનો ચુલો ચાલુ કરવા જતા અંદાજે 45 વર્ષની ઉંમરના અજાણ્યા વ્યક્તિ દાઝી જતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર શહેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી યુવકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.










