મોરબી : આજ રોજ મહાન ક્રાંતિકારી વિર ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના દ્વારા લાઈફ લાઈન વિદ્યાલય- જામદુધઇ ખાતે દેશભક્તિ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રાંતિકારીઓના નામની 5 ટીમ રાખવામાં આવી હતી. તેમાં વિજેતા ટીમને ક્રાંતિકારી સેના તરફથી શિલ્ડ આપવામાં આવ્યા હતા અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ક્રાંતિકારી સેનાનું પુસ્તક યુવા શહીદ ગ્રંથ આપવામાં આવ્યા હતા સાથે સાથે બાળકોને ક્રાંતિકારીઓ વિશે માહિતી આપી અને દેશ ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું. આવી રીતે દરેક શાળા ક્રાંતિકારીઓના દિવસોની ઉજવણી કરે તે માટેનું આ પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું.












