મયુર રાવલ હળવદ
instagram પર હથિયાર સાથે ફોટો વાયરલ કરનાર શખ્સોને કાયદાનું ભાન કરવતી પોલીસ
રાજકોટ રેન્જ આઇ.જી.પી અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ મોરબી જીલ્લા તેમજ ડીવાયએસપી સમીર સારડા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા પરીસ્થિતિ જળવાય રહે જે અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે સોશ્યલ મીડીયા એપ્લીકેશન ઇન્સ્ટાગ્રામમાં કેટલાક ઇસમોનો છરી સાથે ફોટો વાયરલ થયેલ હોય જેથી હળવદ પીઆઈ આર.ટી વ્યાસ એ તપાસ કરાવતા ફોટોમાં દેખાતા ઇસમો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તાર રહેવાસીઓ હોવાનુ જણાઇ આવતા પોલીસ સ્ટાફને જરૂરી હકિકત મેળવી તાત્કાલીક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરતાં વાયરલ ફોટોમાં દેખાતા ઇસમોની ઓળખ મેળવી છરી સાથે પકડી પાડી તેઓ વિરુધ્ધ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું.
1) રવી મુનાભાઇ કાંજીયા/કોળી રહે.ગામ દિઘડીયા ગામ તા.હળવદ જી.મોરબી
2) રવી ઘનશ્યામભાઇ દેકાવાડીયા/કોળી રહે.ગામ દેવપુર (સુખપર) તા.હળવદ જી.મોરબીવાળા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
આજના ડિજીટલ ટેકનોલોજીના યુગમાં સોશ્યલ મીડીયા પ્લેટ ફોર્મ જેવા કે ફેસબુક, વોટસએપ, ઇન્સ્ટાગ્રામ કે ટવીટર વિગેરેમાં સામાજીક અશાંતી ફેલાય કે કોઇ ગુનાહીત કૃત્ય બને તેવા કોઇ વિડીયો કે ફોટો અપલોડ ન કરવા પીઆઈ આર ટી વ્યાસ તથા હળવદ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે..











