Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ પોલીસ સ્ટેશન નું રેન્કીંગ ફર્સ્ટ રેન્ક મેળવતા રાજ્યના પોલીસવડા વિકાસ સહાય...

હળવદ પોલીસ સ્ટેશન નું રેન્કીંગ ફર્સ્ટ રેન્ક મેળવતા રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા પ્રશંસાપાત્ર એનાયત

મયુર રાવલ હળવદ

હળવદ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ આર ટી વ્યાસ ને ગુજરાત પોલીસ વડા દ્વારા પ્રશંસાપાત્ર એનાયત

નવા પેરા મીટર્સ આધારે પોલીસે સ્ટેશન રેન્કીંગ પ્રક્રિયા માં હળવદ પોલીસ સ્ટેશન ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો,પોલીસના ગેરવર્તનની અરજી ઓછી અને લોકોપયોગી સુવિધા હશે તેવા પોલીસ સ્ટેશન રેન્ક આપી ડીજીપી હસ્તે સન્માન પત્ર થાણા ઇન્ચાર્જ ને પાઠવવામાં આવ્યું હતું.

રાજ્યના ૪૦ પોલીસ સ્ટેશનને ફર્સ્ટ રેન્ક જાહેર કરવામાં આવ્યા હતા જેમાં સૌરાષ્ટ્રના કુલ ત્રણ રેન્જના એક ડઝન પોલીસમથકોને શ્રેષ્ઠ રેન્ક આપવામાં આવ્યો હતો. દરેક જિલ્લા અને મહાપાલિકા દીઠ જાહેર કરવામાં આવેલા રેન્કમાં હળવદ પોલીસ સ્ટેશન ફર્સ્ટ રેન્ક આપવામાં આવ્યો હતો.

રાજ્યમાં આવેલા પોલીસ સ્ટેશનોને શહેર અને જિલ્લા વાઈઝ એક થી ત્રણ નંબરના રેન્ક આપવાની સિસ્ટમ હવે, નવા પેરામીટર્સ મુજબ નક્કી કરવામાં આવ્યા હતા આ રેન્કીંગ અગાઉ ગુનાના આંકડા પરથી નક્કી થતું જેમાં ફેરફાર કરી પોલીસ સ્ટેશનથી પ્રજાને થયેલા લાભ અને મળેલી સુવિધાઓ પર રેન્ક નક્કી કરવામાં આવ્યા હતા તેમજ પોલીસ સ્ટેશન કે તેના સ્ટાફ વિરૂદ્ધ થયેલી અરજીઓને ધ્યાને લઈને હળવદ પોલીસ સ્ટેશન નો ફર્સ્ટ રેન્કમાં સામેલ થયુ હતું.જે મોરબી જિલ્લા નું ગૌરવ વધાર્યું છે.

રાજ્યમાં શહેર-જિલ્લા વાઈઝ ૪૦ જેટલા પોલીસ સ્ટેશનોને ફર્સ્ટ રેન્ક અપાયા છે.

આ સિસ્ટમ પાછળનો હેતુ પોલીસ અને પ્રજા વચ્ચેનો મજબૂત સેતુ બને અને પ્રજાના કામ પોલીસ સ્ટેશનમાં આસાનીથી થઈ શકે. રાજ્યમાં આવેલા ૩૩ જિલ્લા, ચાર શહેર, રેલ્વેના બે વિભાગ તેમજ બોર્ડર રેન્જના કચ્છના બે વિભાગમાં આવેલા પોલીસ સ્ટેશનોમાંથી દરેક જિલ્લા અને શહેરવાઈઝ પોલીસ સ્ટેશનોને રેન્ક અપાયા હતા. આ રીતે કુલ ૪૦ પોલીસ સ્ટેશનોને તેઓની સારી અને પ્રજાલક્ષી કામગીરી અને પોલીસ વિરૂદ્ધ નહીવત ફરિયાદને લઈને રેન્ક આપી ડીજીપી દ્વારા જે તે પોલીસ સ્ટેશનના થાણા ઈન્ચાર્જને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં અગાઉ પોલીસ સ્ટેશનોને રેન્કીંગ આપવા માટે તેમાં દાખલ થતા ગુનાના આંકડાને કેન્દ્રમાં રાખવામાં આવતા હતા. નવા માપદંડ મુજબ નાગરિકોને પોલીસ સ્ટેશન કે ત્યાંના પોલીસ કર્મચારીઓ તરફથી લાભ થાય તેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે મુજબ અરજીઓનું ઝડપી નિવારણ, ‘શી’ ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાથેની મુલાકાત, પોલીસ સામે ગેરવર્તનની અરજી, ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી, તેરા તુજકો અર્પણ જેવા કાર્યક્રમોનો અમલ જેવી બાબતોને ધ્યાને લેવામાં આવી હતી.
આ રીતે રાજ્યના જિલ્લા અને શહેરના દરેક પ્રથમ ત્રણ પોલીસ સ્ટેશનને રેન્કીંગ ફાળવવામાં આવ્યા હતા. જે રેન્કીંગમાં પસંદ થયેલા હળવદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ આર ટી વ્યાસ ને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરવામા આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments