મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે રામલીલા સાથે રાવણદહનનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. પ્રાચીન પરંપરા અનુસાર અધર્મ પર ધર્મની જીત અને અસુરી શક્તિઓનો નાશ કરવાના સંદર્ભમાં આ રંગારંગ કાર્યક્રમ તા. ૨/૧૦/૨૦૨૫, ગુરુવારના રોજ સાંજે ૭ કલાકે યોજાશે. આ ઉજવણીનું સ્થળ એલ. ઇ. કોલેજ ગ્રાઉન્ડ, મોરબી-૨ રાખવામાં આવ્યું છે.
મોરબી મહાપાલિકાએ શહેરના તમામ નાગરિકોને તેમના પરિવાર અને મિત્રમંડળ સાથે આ ઐતિહાસિક અને પરંપરાગત પ્રસંગમાં જોડાઈને આનંદ માણવા માટે હર્ષઉલ્લાસભર્યું આમંત્રણ પાઠવ્યું છે. નાગરિકોની સલામતી અને સુવિધા માટે મહાપાલિકા દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.









