મોરબી : હાલ આસો માસમાં પણ અષાઢી માહોલ જમ્યો હોય તેમ ગઈકાલે સાંજે નવરાત્રી મહોત્સવમાં સર્વત્ર ડાડિયા રાસની રમઝટ સાથે મેઘરાજા પણ રાસે રમ્યા આવ્યા હોય એમ વરસી પડીને રમઝટ બોલાવી હતી. ગઈકાલે મોડી સાજથી રાત્રી દરમિયાન મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સાંજે 7.30થી રાત્રીના 12 વાગ્યા સુધીમાં મેઘરાજાએ રમઝટ બોલાવતા મોરબીમાં એક ઇંચ અને માળીયા મિયાણામાં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.બીજી તરફ ખેડૂતોનો મગફળીની પાક તૈયાર થઈ ગયો હોય વરસાદને કારણે ખેડૂતો મોઢે આવેલ કોળિયો છીનવાઈ જવાની ચિંતામાં મુકાયા છે. જેમાં સરકારી ચોપડે ગઈકાલે સાંજે રાત્રીના 12 સુધી માળિયા – 31 mm, મોરબી – 17 mm, વાંકાનેર – 15 mm, હળવદ – 11 mmટંકારા – 10 mm વરસાદ નોંધાયો હતો. ગતરાત્રે વરસાદને કારણે રાસસત્વ બંધ રહેતા ખેલૈયાઓ નિરાશ થયા હતા.








