મોરબી : મોરબીના બગથળા ખાતે ઠોરિયા પરિવાર દ્વારા તા. 3 થી 5 ઓક્ટોબર દરમિયાન શ્રી બહુચર માતાજીના નૂતન મંદિરનો ત્રીદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રથમ દિવસે તા.2-10-2025ને ગુરુવારના રોજ રાત્રે 8:30 કલાકે મંદિર પરિસર બહુચરાધામ ખાતે ધૂન મંડળ, તા. 3-10-2025ને શુક્રવારના રોજ સવારે 8 કલાકે દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ, મંડપ પ્રવેશ, શ્રી ગણપતિ પૂજન અને પુણ્યાહ વાંચન સ્થાપિત દેવતા પૂજન, અગ્નિ સ્થાપન નવગ્રહ પૂજન તથા હોમ સાયં આરતી તથા પ્રસાદ, રાત્રે 9 કલાકે માતાજીનો પાટ, તા. 4-10-2025ને શનિવારના રોજ સવારે 8 કલાકે સ્થાપિત દેવતા પૂજન, જલયાત્રા નિજ મંદિરનું પ્રસાદ વાસ્તુ કુટિર હોમ, દેવી – દેવતાની શોભાયાત્રા અન્નાધીવાસ, શય્યાધીવાસ, સાંજે 4 કલાકે જલયાત્રા યજ્ઞશાળાથી પ્રસ્થાન થઈ નગરયાત્રા બાદ યજમાનને ઘરે બિરાજશે. તેમજ તા. 5-10-2025ને રવિવારના રોજ સવારે 8 કલાકે જલાધીવાસ, અભિષેક સ્નપન વિધિ ન્યાસ પ્રકરણ, મૂર્તિઓની પૂજા તથા પ્રાણપ્રતિષ્ઠા નિજ મંદિરમાં મૂર્તિઓનું સ્થાપન, આરતી, શાંતિક, પૌષ્ટિક હોમ, પ્રતિષ્ઠા હોમ પ્રધાન દેવતા હોમ, ઉત્તર પૂજન – બલિદાન, પુર્ણાહુતી તથા મહાઆરતી યોજાશે.
આ ઉપરાંત તા. 5ના રોજ બપોરના 3 થી 6 કલાક દરમિયાન બગથળા પટેલ સમાજની વાડી ખાતે ધર્મસભા અને દાતાઓનું સન્માન કરવામાં આવશે. તેમજ સાંજે 6 કલાકે મહાપ્રસાદ યોજાશે. આ પાવન પ્રસંગે પ.પૂ.શ્રી દામજીભગત (સંત શ્રી નિલકંઠ મંદિર બગથળા), પ.પૂ.શ્રી ભાણદેવજી (સરસ્વતી નિકેતન આશ્રમ, જોધપર (નદી)), પ.પૂ.સ.ગુ. શાસ્ત્રી શ્રી ભક્તિનંદન સ્વામી (શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર હળવદ), પ.પૂ.શ્રી નરેશગીરીબાપુ (શ્રી ભૂતનાથ અખાડા, મુજપુર, અમદાવાદ) ઉપસ્થિત રહી આશીર્વચન આપશે. તો આ મહોત્સવનો લાભ લેવા પ્રમુખ ભગવનજીભાઈ એલ.ઠોરિયા તથા મંત્રી અમૃતલાલ કે. ઠોરિયા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.











