મોરબી : આજરોજ મોરબીની તપોવન વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી તેમજ પોલીસ અધિક્ષકની કચેરી- મોરબી દ્વારા નશાકારક બાબત તેમજ માર્ગ સલામતી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં RTO ઇન્સ્પેક્ટર મેવાડા, ટ્રાફિક ઇન્સ્પેક્ટર દિલીપ ઠાકર, SOG કમલેશ ખાંભલીયા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી AEI દિપલબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં વિદ્યાર્થીઓને રોડ સેફટી, નશામાં વાહન ન ચલાવવું, રોંગ સાઈડમાં વાહન ન ચલાવવાનું, વાહન ધીમે ચલાવવું, લાઈસન્સ વગર વાહન ન ચલાવવું જોઈએ વિશે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને માગદર્શન આપ્યું હતું. જે બદલ શાળાના ચેરમેન અશોકભાઈ રંગપરિયા, પ્રિન્સિપાલ નરેશભાઈ સાણજા તથા સંચાલક દીપ્તિબેન તેમજ તપોવન શાળા પરિવારે દરેક અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.













