મોરબી : મોરબીમાં દરબારગઢ ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા દરબારગઢ ચોક ખોડિયાર માતાજી મંદિર ખાતે આજે તા. 30-9-2025 ને મંગળવારના રોજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ભરતભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ છેલ્લા 40 વર્ષથી આ ગરબીનું સંચાલન કરે છે. આ મહોત્સવમાં વિનોદભાઈ ચાવડા (સાંસદ કચ્છ લોકસભા), કાંતિભાઈ અમૃતિયા (ધારાસભ્ય મોરબી), જયંતીભાઈ રાજકોટિયા માન્ય અધ્યક્ષ મોરબી જિલ્લા ભાજપ, રિષિપભાઈ કૈલામાન્ય અધ્યક્ષ મોરબી શહેર ભાજપા, લાખાભાઈ જારીયા માન્ય પૂર્વ અધ્યક્ષ મોરબી શહેર ભાજપ, પ્રદીપભાઈ વાળા (અગ્રણી પ્રદેશ ભાજપ), સિનિયર એડવોકેટ તથા પૂર્વ પ્રમુખ મોરબી નગરપાલિકા ઉપસ્થિત રહેશે.











